
દાહોદ
દાહોદના મંડાવ ચોક માર્ગ પર ભૂઘર્ભ ગટર પરની જાળી ન હોવાથી લોડિંગ ટેમ્પાંનો ટાયર ગટરમાં ફસાયો.
સ્થાનિક વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.જેમાં દાહોદના મંડાવ ચોકડી થી રડિયાતી જવાના એવા મુખ્ય માર્ગ પર ભૂઘર્ભ ગટરની લોંખડની જાણ ન હોવાથી તે ચોકડી પર અકસ્માતો થવામાં વધારો થયો છે.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આં ભૂઘર્ભ ગટરની જણી છેલ્લા ઘણા સમયથી નથી. જેના કારણે દાહોદથી રડીયાતી ગામ તરફ જતા મોટી ટ્રકોના ટાયરો તે ખુલ્લી ગટરમાં ફસાતા હોય છે.અવાર નવાર ટ્રકો ટાયરો તે ખુલ્લી ગટરમાં ફસાતા વાહન વ્યવહાર કલ્લાકો સુધી ખોરવાતું હોય છે.સ્થાનિક વહીવટી આં વાત થી અજાણ નથી વધુજ઼ જાણે છે.પણ ક્યાં કારણોસર આં ભૂઘર્ભ ગટર પર જાળી લગાવવામાં આવતી નથી ખબર નથી.પણ કોઈ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલાજ઼ ખુલ્લી ગટર પર લોંખડની જાળી લગાવવામાં આવે એવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.જેમાં એવીજ ઘટના આજરોજ બનવા પામી હતી.જેમાં ટેમ્પો ચાલકની નજર એ ખુલ્લી ગટર પર ન પડતા ટેમ્પાનું આગળનું ટાયર ફસાયો હતો.
દાહોદ જીલ્લા બ્યુરો ચીફ:- આનંદ માલા {સાંસી}