
રાજસ્થાન અને મધ્ય પ્રદેશની દો હદ એટલે દાહોદ. જેના આંગણે વડાપ્રધાનશ્રીનું આગમન રૂ. ૨૪ હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટ સાથે જાણે કે વિકાસ પર્વ બની રહ્યું હતું.
– ઉગતા સુર્યના પ્રદેશ એવા દાહોદના આંગણે યોજાયેલા કાર્યક્રમમાં પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું દાહોદવાસીઓએ અદકેરૂ સ્વાગત કર્યું હતું.
-સ્માર્ટ સિટી દાહોદ તરફ જતાં સૌ માર્ગો ઉપર જ્યાં નજર કરો ત્યાં ‘ઓપરેશન સિંદૂર’ અને ‘વિકસિત ગુજરાત વિકસિત ભારત’ તથા ‘વિકસિત ભારત@૨૦૪૭’નાં હોર્ડીંગ્સ, બેનર્સ પ્રદર્શિત કરાયા હતા.
-દાહોદને અડીને આવેલા ‘ખરોડ’ ગામે આયોજિત વડાપ્રધાનશ્રીના આ કાર્યક્રમના અત્યાધુનિક ડોમમાં જનસૈલાબ ઉમટ્યો હતો.
– હાથમાં તિરંગા સાથે દાહોદની બહેનોએ ‘કમળ’નાં ફૂલની ડિઝાઇનવાળી સાડી પહેરી, આખા માહોલને સિંદુરિયો-કેસરિયો કરી નાખ્યો હતો.
– કાર્યક્રમ દરમિયાન ગુજરાતનાં લોક કલાકાર શ્રી માયાભાઇ આહિર તથા તેમના ગૃપએ સ્ટેજ ઉપરથી શૌર્યગીતો રજુ કર્યા હતા.
– ભરબપોરે ધગધગતા તાપમાં ‘ખરોડ’નાં શામિયાણામાં આયોજિત કાર્યક્રમમાં આરોગ્યકર્મીઓએ ઠેરઠેર લોકોની ખબરઅંતર રાખી, સેવા પુરી પાડી હતી. તો પીવાના પાણીની સુચારૂ વ્યવસ્થા પણ સ્થાનિક વહીવટ તંત્રનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર મંડપ, તથા જાહેર માર્ગો ઉપર પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગોઠવવામાં આવી હતી.
– વિશાળ ડોમ વચ્ચે ઝીગઝેગ ટ્રેક ઉપર પ્રજાજનોના હ્રદય સમ્રાટ વડાપ્રધાન શ્રી મોદીએ ખુલ્લી જીપમાં ફરીને, લોકોનું અદકેરું અભિવાદન ઝીલ્યું હતું.
– દાહોદના કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીએ ભારતીય રેલ્વે સહિત ગુજરાત સરકારના પાણી પુરવઠા, ગુજરાત પોલીસ આવાસ, માર્ગ અને મકાન વિભાગ તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કરોડો રૂપિયાના વિકાસકાર્યોની દાહોદ સહિત સમગ્ર ગુજરાત અને ભારત દેશને ભેટ આપી હતી.
– દાહોદના કાર્યક્રમમાં ‘ઓપરેશન સિંદૂર’ પછી પ્રથમ વખત પધારેલા ગુજરાતનાં લોકલાડીલા પનોતા પુત્ર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન સાથે જ શામિયાણામાં ઉમટેલા જનસૈલાબમાંથી ‘જય હો’ નાં ગગનભેદી નારાઓથી દેશ ભકિતનો માહોલ ખડો થયો હતો.
– દાહોદના આંગણે પધારેલા વડાપ્રધાનશ્રીનું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા અર્પણ કરી દાહોદની ધરા ઉપર સ્વાગત કર્યું હતું. જ્યારે રાષ્ટ્રીય રેલ અને માહિતી પ્રસારણ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવએ શાલ અર્પણ કરી પ્રધાનમંત્રીશ્રીને આવકાર્યા હતા.
– ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, અને ધારાસભ્યશ્રીઓ સહિતના જનપ્રતિનિધિઓએ સ્થાનિક સ્મૃતિ ચિન્હો અને સાંસ્કૃતિક પ્રતિકોથી પ્રધાનમંત્રીશ્રીનું અદકેરુ અભિવાદન કર્યું હતું.
– ‘આત્મનિર્ભર’ નારીઓ, સખી મંડળ દ્વારા પ્રાકૃતિક ચીજવસ્તુઓના ઉપયોગથી બનાવેલ પ્રતિકોથી શ્રી મોદીનું સ્વાગત કરાયું હતું. બ્રહમાકુમારીઝ દ્વારા પણ સ્મૃતિ ભેટ આપી વડાપ્રધાનશ્રીનું અભિવાદન કરાયું હતું.
–
– પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દાહોદની મુલાકાત દરમિયાન તેમની જૂની યાદો વાગોળતા જણાવ્યું હતું કે, “પહેલાં હું સવારે સૂર્યોદય સમયે સાયકલ લઈને નીકળતો, ત્યારે પરેલ જવાનું મન થતું. વરસાદના કારણે ચારે તરફ લીલોતરી છવાઈ જતી અને નાની-નાની ટેકરીઓ પરથી પસાર થતો રસ્તો અત્યંત આનંદદાયક લાગતો. પરેલમાં કામ કરતા મારા ભાઈઓ પાસે જઈને રોટલા ખાતો અને પછી પાછો આવતો. એ સમયની યાદો આજે પણ મારા મનમાં તાજી છે. આજે ઘણા સમય પછી પરેલની મુલાકાત લેતાં અહીંની આન, બાન અને શાન જોઈને મને ગર્વની અનુભૂતિ થાય છે.”
– તેમણે જણાવ્યું હતું કે, “ત્રણ વર્ષ પહેલાં મેં જે ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો હતો, તેનું પહેલું ઇલેક્ટ્રિક લોકોમોટિવ આજે બનીને તૈયાર છે અને તેને લીલી ઝંડી પણ આપવામાં આવી છે. આ ૯૦૦૦ હોર્સપાવર લોકોમોટિવ આવનારા સમયમાં દાહોદના વિકાસને નવી દિશા આપશે.”
દાહોદ જિલ્લા બ્યુરો ચિફ:-આનંદ સાંસી