આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 ની ઉજવણીના ભાગરૂપે એમ. આર .ટી. સી. મદની હાઇસ્કુલ માં વિવિધ સ્પર્ધાઓ નુ આયોજન કરી ઊજવણી કરવામાં આવી.
મોડાસામાં આવેલ મદની હાઈસ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 ની ઊજવણી શાળાના શિક્ષકો ,વિદ્યાર્થીઓ અને મંડળના સભ્યો હાજર રહીને નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને યોગ કરીને ઊજવણી કરવામાં આવી વહેલી સવારે ખુશનુમાં માહોલમાં 300 થી વધારે વિદ્યાર્થીઓએ યોગ શિબિરમાં સહભાગી બન્યા હતા. યોગ શિબિરના કન્વીનર પરવીન બેન એ વિધાથીર્ઓ ને જુદા જુદા યોગ આસનો કરાયા અને યોગ ના ફાયદાઓ વિશે માહિતી આપી .આ અવસર એ મદની હાઈસ્કૂલના તમામ પરિવારજનો યોગ થી પ્રેરણા લઈને સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનમાં જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માં શાળાના સુપરવાઇઝર શ્રી એમ. એસ .શેખ સાહેબ તથા તમામ શિક્ષકો મિત્રો તથા વિદ્યાર્થીઓને મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ યુસુફભાઈ (બાબુભાઈ) ટાઢા સાહેબ ,સેક્રેટરી કાદર અલી સૈયદ સાહેબ, ચેરમેન ઉસ્માન ગની મનવા સાહેબ તેમજ તમામ હોદ્દેદારો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.