પીએમ શ્રી ઉર્દુ કન્યાશાળા જંબુસર
આજરોજ તારીખ :27/ 6/ 2025 ને શુક્રવારના રોજ અત્રે ની પીએમ શ્રી ઉર્દુ કન્યા શાળા જંબુસરમાં કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવેલ હતી .જેમાં મુખ્ય મહેમાનશ્રી તરીકે ઉર્વશીબેન રાણા તેમજ લાયઝન અધિકારીશ્રી પ્રવીણભાઈ મહિડા ઉપસ્થિત રહ્યા હતા .કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય ,પ્રાર્થનાથી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ હતી. ત્યારબાદ સ્વાગત પ્રવચન કરી મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છ અને પુસ્તક વડે સ્વાગત કરવામાં આવ્યું હતું .આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ એકમાં પ્રવેશનાર દીકરીઓનું કીટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું તથા પ્રવેશ આપવામાં આવ્યો હતો. ધોરણ :૩ થી ૮ ની પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓને ઇનામ આપી નવાજવામાં આવ્યા હતા. સરકારશ્રીની યોજના દ્વારા બાહ્ય પરીક્ષાઓમાં જ્ઞાન સાધના પરીક્ષા ,એનએમએમએસ પરીક્ષા માં વિદ્યાર્થીનીઓ મેરીટમાં સ્થાન મેળવ્યો હતો જેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. શાળામાં 100% હાજરી વિદ્યાર્થીઓનુ પણ અભિનંદન અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંત ભાગમાં મહેમાન શ્રી દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રેરક ઉદ્બોધન કન્યા કેળવણીના મહોત્સવ વિશે પ્રોત્સાહન અને સરકારશ્રીની યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. મહેમાન શ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું .ત્યારબાદ એસએમસીની મીટીંગ આવેલ અધિકારીશ્રી દ્વારા લેવામાં આવી હતી અને આમ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે સંપન્ન કરવામાં આવેલ હતો.
રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર