આજરોજ ડોલિયા પ્રા. શાળામાં શાળા પ્રવેશોત્સવ 2025 કાર્યક્રમની ખૂબ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં જંબુસર અને આમોદ વિધાનસભા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ડી. કે. સ્વામી પધાર્યા હતા. સાથે જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કુલદીપસિંહ યાદવ પધાર્યા હતા.
સાથે smc ના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, smc ના સૌ સભ્યો, ગામના સરપંચ, કંપની તરફથી દાન આપનાર દાતાશ્રીઓ, શાળાના સૌ શિક્ષકો અને સૌ બાળકો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળતા પૂર્વક પાર પાડ્યો.
ધારાસભ્યશ્રી દ્વારા શાળા પરિસરની મુલાકાત લેવામાં આવી, શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું, ત્યારબાદ smc ના તમામ સભ્યો સાથે મુલાકાત કરી વાર્તાલાપ કરવામાં આવ્યો.
અંતમાં સૌ અલ્પાહાર લઈ છુટા પડ્યા.
રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર