ગત તા-૧૭/૦૬/૨૦૨૫ ના કલાક-૧૭/૩૦ થી તા-૦૫/૦૭/૨૦૨૫ ના કલાક-૧૧/૩૦ વાગ્યાની દરમ્યાન ફરીયાદી:- હિનાબેન વા.ઓફ દિપકભાઇ દયાશંકરભાઈ ભટ્ટ જાતે-બ્રાહમણ ઉ.વ.૬૩ ધંધો-હોટલ રહે-ખોડીયાર કોલોની, રોયલ એન્કલેવ, પર૫૩, જામનગર વાળાના બંધ રહેણાક મકાનના કોઇ અજાણયા ચોર ઇસમોએ દરવાજાનુ તાળુ તોડી કબાટમાથી સોના, ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ મુદામાલ રૂ.૨.૫૫,૦૦૦/- ની ચોરી કરી લઇ જતા બનાવ બનેલ જે ગુનો વણશોધાયેલ હતો.
શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ, શ્રી અશોકકુમાર સાહેબ (IPS) નાઓએ જામનગર જીલ્લાના વણશોધાયેલ ગુન્હા શોધી કાઢવા જણાવેલ હોય, જેથી પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ (IPS) નાઓએ વણશોધાયેલ ચોરીના ગુન્હા શોધી કાઢવા સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. શ્રી.વી.એમ.લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઈ.શ્રી.પી.એન.મોરી તથા પો.સ.ઇ.શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો ધ્વારા બનાવ સ્થળની વિઝીટ કરવામાં આવેલ અને સી.સી ટીવી ફુટેજ ચેક કરી જરૂરી વર્ક આઉટ કરી, જામનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન એલ.સી.બી.ના ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા અરજણભાઇ કોડીયાતર તથા ઘનશ્યામભાઇ ડેરવાળીયા તથા મયુદિનભાઇ સૈયદ ને સંયુકત બાતમી રાહે હકિકત મળેલ કે, સદરહુ ઘરફોડ ચોરી કરનાર (૧) મહેન્દ્રસિંહ ઉધમસિંહ સરદારજી (૨) બલરામસિંગ ચંદાસિંગ સરદારજી રહે.જામનગર વાળા સંડોવાયેલ છે,અને હોન્ડા સાઈન મોટર સાયકલ નં-જી.જે.૦૩ એલ.એન.૭૪૬૮ સાથે જામનગર શહેરમા બેડેશ્વર ઓવર બ્રિજ નીચે રેલ્વે ફાટક પહેલ રોડ ઉપર મુદામાલ સાથે ઉભેલ છે અને ચોરીનો મુદામાલ સાથે લઇ જામનગર શહેરમાં દાગીના વેચવા માટે આવનાર છે તેવી બાતમી આધારે મજકુર ઇસમને પકડી પાડી મજકુર ઇસમોના કબ્જા માથી નીચેની વિગતે નો ચોરીમા ગયેલ, મુદામાલ મળી આવતા કબ્જે કરી, મજકુર વિરૂધ્ધ પોલીસ હેડ કોન્સ ક્રિપાલસિંહ જાડેજા એ કાયદેસર ની કાર્યવાહી કરી વધુ કાર્યવાહી માટે સીટી બી ડીવી પોલીસ સ્ટેશનમા સોપી આપેલ છે, આગળની તપાસ ચાલુ છે.
જામનગર વિશાલ જે હરવરા બ્યુરોચિફ.