વેડચ ગામે “એક પેડ માં કે નામ” કાર્યક્રમ: વૃક્ષારોપણનો ભવ્ય અવસર
14મી જુલાઈ, 2025 ના શુભ દિને, જંબુસર તાલુકાના વેડચ ગામે “એક પેડ માં કે નામ” કાર્યક્રમ અંતર્ગત ભવ્ય વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું. પર્યાવરણ સંરક્ષણના આ ઉમદા કાર્યક્રમમાં અનેક મહાનુભાવો, ગામના અગ્રણીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.
આ પ્રસંગે, જંબુસર તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી કુલદીપસિંહ યાદવ, મહામંત્રીઓ શ્રી જ્યોતિષભાઈ જાદવ અને શ્રી કિરીટભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી રણજીતસિંહ જાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે અનુસૂચિત જાતિ મોરચાના ભરૂચ જિલ્લાના ઉપપ્રમુખ શ્રી પૂર્વ ભાજપ પ્રમુખો શ્રી બાલુભાઈ ગોહિલ અને શ્રી પ્રતાપસિંહ ગોહિલ, એપીએમસી ડિરેક્ટર શ્રી હરદીપસિંહ પરમાર, દૂધધારા ડેરી ડિરેક્ટર શ્રી જગદીશભાઈ પટેલ, અને કિસાન મોરચાના મહામંત્રી શ્રી મિલેન્દ્રસિંહ રાઠોડ પણ આ પર્યાવરણલક્ષી પહેલમાં જોડાયા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વેડચ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ અને નવયુગ વિદ્યાલય, વેડચના તમામ શિક્ષકગણ તેમજ વિદ્યાર્થી મિત્રો દ્વારા સંયુક્ત આયોજન કરવામાં આવ્યું હતું. સૌના સહિયારા પ્રયાસોથી આ વૃક્ષારોપણ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.
આશા છે કે રોપવામાં આવેલા આ વૃક્ષો આવનારી પેઢી માટે સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ પૂરું પાડશે.
રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર