માતાનામઢ ખાતે આવનારા નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને પોલીસ ઇન્સ્પેક્ટર ચુડાસમા સાહેબ અધ્યક્ષ સ્થાને ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું.
મીટીંગ દરમિયાન સાહેબે વેપારીઓ તથા ગામજનોને કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી:
➡️ દબાણ ન કરવું તથા દુકાન આગળ કચરો ન મૂકવો, ડસ્ટબિનનો ઉપયોગ કરવો.
➡️ CCTV કેમેરા આગળ પડદા ન આવે તેની કાળજી રાખવી.
➡️ ખીસ્સાકાતરાંથી સાવધાન રહેવું.
➡️ દૂર દૂરથી આવતા યાત્રાળુઓને સૌજન્યપૂર્વક સહકાર અને પ્રોત્સાહન આપવું.
➡️ નવરાત્રી દરમ્યાન સૌ કોઈ નિયમોનું પાલન કરે તેની અપીલ.
સાહેબે સ્પષ્ટ કર્યું કે મોટા વેપારીઓ કે પ્રતિષ્ઠ વેપારીઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન થશે તો પોલીસને કડક વલણ અપનાવવું પડશે.
🔹 સુરક્ષા વ્યવસ્થા:
પોલીસ સ્ટાફ, PSI, જવાનો, ગ્રામરક્ષક દળ તથા હોમગાર્ડ સહિત મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત રહેશે.
માત્ર રોડ સાઇડ પર જ 60–70 જવાનો તૈનાત રહેશે.
ચારકુડ, રૂપારાઈ તળાવ, બજાર વિસ્તાર, ખાટલા ભવાણી સહિતના વિસ્તારોમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ચોરી-ચપાટી અટકાવવા સૌને સાવધાની રાખવા સાથે પોલીસ તરફથી પૂરતો સહયોગ મળશે એમ પણ સાહેબે જણાવ્યું.
ચર્ચા સત્ર દરમિયાન પત્રકાર ગિરીશ જોશી, કાપડી કમલેશભાઈ, ખોજા ફિરોઝ, વેપારી એસોસિયેશન પ્રમુખ અરવિંદભાઈ, ગ્રામ પંચાયત સભ્ય રામજીભાઈ, ઓસ્માણભાઈ નોતિયાર, સરપંચશ્રી કાસમભાઈ કુંભાર તેમજ શાહ ગાંધીભાઈ સહિત અનેક લોકોએ પ્રશ્નો રજૂ કર્યા.
અંતે વેપારી એસોસિયેશન પ્રમુખ અરવિંદ શાહ તથા માતાનામઢ સરપંચ દ્વારા PI સાહેબને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા.
તે સિવાય ગ્રામ પંચાયત ઉપસરપંચ પ્રતિનિધિ હિતેશભાઈ, ગ્રામ પંચાયત સભ્ય ભગીરથસિંહ પ્રતિનિધિ પ્રતિપસિંહ, ગ્રામ પંચાયત સભ્ય મિત્તલબેન પ્રતિનિધિ દિલીપભાઈ, વેપારી એસોસિયેશન ઉપપ્રમુખ સોક્તભાઈ, સભ્ય પ્રહલાદસિંહ તથા અન્ય હોદેદારો પણ હાજર રહ્યા હતા.