*‘વિસ્તરણ પ્રવૃત્તિઓ ને મજબૂત બનાવવા, ખેડૂતો સુધી વૈજ્ઞાનિક જ્ઞાન અને ટેકનોલોજીનો વ્યાપ વધારવા તેમજ ડાંગ જિલ્લાના પશુપાલકોના ટકાઉ પશુધન ઉત્પાદન અને સામાજિક તેમજ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા સમજૂતી કરાર કરવામાં આવ્યાં ;*
–
ઝાકિર ઝંકાર આહવા: તા: ૮
કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર અને ડાંગ આહવા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ (ડી.એ.એફ.પી.સી.એલ), જામલાપાડા, વઘઈ વચ્ચે તારીખ ૭ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ કામધેનુ યુનિવર્સિટી (કા.યુ) ના કુલપતિશ્રી ડૉ. પી.એચ.ટાંકના નેતૃત્વ હેઠળ કામધેનુ યુનિવર્સિટી ની વેટરનરી કોલેજ, નવસારીના આચાર્યના કાર્યાલયમાં એક સમજૂતી કરાર (MoU)પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ સમજૂતી કરારનો મુખ્ય ઉદ્દેશય છે કે, બન્ને સંસ્થાઓ/સંગઠનો વચ્ચેના આ સર્વાંગી સહયોગ નો ઉદ્દેશ્ય ‘વિસ્તરણ પ્રવૃત્તિઓ ને મજબૂત બનાવવા, ખેડૂતો સુધી વૈજ્ઞાનિક જ્ઞાન અને ટેકનોલોજીનો વ્યાપ વધારવા, ડાંગ જિલ્લાના પશુપાલકોના ટકાઉ પશુધન ઉત્પાદન અને સામાજિક તેમજ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
વધુમાં, આ સમજૂતી કરાર એક સેતુ તરીકે કાર્ય કરશે જે બંને સંસ્થાના જ્ઞાન, જુસ્સા અને પશુ-કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ ના સુધારણા માટેના સહિયારા હેતુને જોડશે.
આ હસ્તાક્ષર સમારોહમાં ડો. એમ.એમ. ત્રિવેદી, વિસ્તરણ શિક્ષણ નિયામક (કા.યુ) ડૉ. વી.એસ.ડબાસ આચાર્ય, વેટરનરી કોલેજ, નવસારી (કા.યુ) ડૉ. વલ્લભ ઠુમ્મર, સીઈઓ અને શ્રી સુનિલભાઈ એમ ગાવિત, ડાયરેક્ટર, ડી.એ.એફ.પી.સી.એલ ની ઉપસ્થિતિ માં યોજાયો હતો.
આ પ્રસંગે કામધેનુ યુનિવર્સિટીના ડૉ. આર.જી.શાહ, સંશોધન નિયામક ડૉ. પી.જી.કોરિંગા, રજિસ્ટ્રાર ડૉ.બી.એન.પટેલ, નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિ, ડૉ. રાણા રણજીત સિંઘ, ઈન્ચાર્જ, પીવીકે-વઘઈ અને શ્રી ગિરીશભાઈ ચૌધરી, સી.એફ.ઓ, ડી.એ.એફ.પી.સી.એલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
–