સાબરકાંઠા જિલ્લા હિંમતનગર ના નવા ખાતે ગાંધી જયંતી નિમિત્તે સામૂહિક સફાઈ કાર્યક્રમ

હિંમતનગર ની બાજુમાં આવેલ આ ગામ નવા જેમાં ગ્રામજનો સાથે મળીને સામૂહિક સફાઈ કાર્યક્રમ યોજાયો હતો ગામમાં ધાર્મિક જગ્યાઓ તથા રોડ રસ્તા, તથા દૂધ મંડળી, ગ્રામ પંચાયત, તથા જાહેર સ્થળોએ સફાઈ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં હિંમતનગર સાબરડેરી શિક્ષણ વિભાગના માનનીય શ્રી મતી, નીરૂબેન ચૌધરી સહ દૂધ મંડળી ના ચેરમેન અને સેક્રેટરી સાથે કમિટી ના કમૅચારીગણ તેમજ આજુ બાજુથી પણ ગ્રામજનોએ આ સ્વચ્છતા કાર્યક્રમ માં જોડાઈ ને ભાગ લીધો હતો

પ્રેસ રિપોટર : હસમુખભાઈ પંડયા સાબરકાંઠા

Leave a Comment