https://www.instagram.com/reel/DRL7T4ziHsi/?igsh=MTgzMHp5dTRmNXg2OA==

અમદાવાદની ખાનગી હોસ્પિટલમાંથી એક એમ્બ્યુલન્સ મોડાસાની રીચાર્જ હોસ્પિટલ તરફ એક નાનકડા બાળકને લેવા માટે મોકલવામાં આવી હતી. સારવાર આવી છે.
માટે બાળક, એક ડોક્ટર, એક નર્સ અને એક સંબંધી એમ્બ્યુલન્સમાં સાથે નીકળ્યા હતા.
પરંતુ મુસાફરી શરૂ કર્યા બાદ અંદાજે ચારથી પાંચ કિલોમીટર દૂર જ ભયાનક ઘટના બની — એમ્બ્યુલન્સમાં અચાનક આગ ભભૂકી ઉઠી.
આકસ્મિક આગ એટલી વિકરાળ હતી કે અંદર રહેલા નાનું બાળક, ડોક્ટર, નર્સ અને એક સંબંધી સહિત કુલ ચાર જણાનું દુઃખદ મોત થયું.
જ્યારે એમ્બ્યુલન્સનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે બે સંબંધી અને ડ્રાઇવરને બહાર કાઢી લેવામાં આવ્યા, જેમાં ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેની સ્થિતિ ગંભીર બનતા તેને અમદાવાદ ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.
દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે અને આવી ઘટનાને લઈને તંત્ર તરફથી તપાસની પ્રક્રિયા શરૂ કરવામાં