સાપુતારા પોલીસને મલી મોટી મોટી સફળતા
ઝાકિર ઝંકાર:આહવા તા 25
ડાંગ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી આહવા-ડાંગ, તથા ના.પો.અધિક્ષકશ્રી, આહવા વિભાગ, આહવા નાઓએ અત્રેના જિલ્લામાં ગુમ/મિસીંગ થયેલ વ્યક્તિઓને પ્રોજેકટ મિલાપ અંતર્ગત શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને, સાપુતારા પોલીસ સ્ટેશનના, પો.ઇન્સ. પી.ડી.ગોંડલીયા તથા પો.સ્ટાફ દ્વારા સાપુતારા પોલીસ સ્ટેશન જા.જોગ.નં.૧૬/૨૦૨૫ ની તા.૨૩/૧૧/૨૦૨૫ ના રોજ દાખલ થયેલ હોય અને ગુમથનાર સુરેશભાઇ ઝાબરૂભાઇ પવાર ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે.બીલમાળ ગામ તા.આહવા જિ.ડાંગ. નાઓ સાતેક માસ પહેલા, કોઇને કાંઇ કહ્યા વગર પોતાના ઘરેથી કયાંક નીકળી ગયેલ અને સાત માસથી ગુમ હોય, જે ગુમ થયેલ વ્યક્તિ ટેક્નીકલ/હ્યુમન સોર્સની મદદથી ગુમથનાર, સુરત જિલ્લાના માંડવી પાસે આવેલ પંચવટી હોટલ મા કામ કરતો હોય જેને ફકત ૨૪ કલાકની અંદર શોધી કાઢી, સાપુતારા પોલીસ સ્ટેશન લઇ આવી ગુમ થનારનુ કાઉન્સલીંગ કરી તેના પરીવાર સાથે મિલાપ કરાવેલ છે.સદર કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ PT પી.ડી.ગોંડલીયા, PSI બી.બી પટેલ, HC સુરેશભાઇ અર્જુનભાઇ, બ.નં.૧૧૮, HC ધર્મેન્દ્રસિંહ નારસંગભાઇ બ.નં.૧૪૬, PC પુનિતસિંહ રણછોડભાઇ બ.નં.૧૪૩
