રિપોર્ટ :- મીત અનડકટ
Ahmedabad : કમલ તળાવ પરના 150 ગેરકાયદે બાંધકામ પર AMC દ્વારા દબાણ દૂર કરતા અનેક પરિવારો બેઘર
સરદારનગર નજીક આવેલા કુબેરનગર ITI રોડ પરના કમલ તળાવની જમીન પર AMC દ્વારા આજે વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરાયું
ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગે પોલીસ સુરક્ષા સાથે ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ
કાર્યવાહી દરમિયાન તળાવની આસપાસના અંદાજે 150 જેટલા મકાનો અને બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું
મોટી સંખ્યામાં પરિવારો બેઘર બનતા સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો
મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, દબાણકર્તાઓને અગાઉ નોટિસ આપવામાં આવી હતી
મકાનો ખાલી ન કરાતા અંતે AMC દ્વારા કરવામાં આવ્યું ડિમોલિશન
સ્થાનિક અસરગ્રસ્ત લોકોમાં મહિલાઓ અને બાળકોમાં ભારે રોષ જોવા મળ્યો
અસરગ્રસ્તોએ વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા વિના ઘરો તોડવાનો આક્ષેપ કરીને પુનર્વસનની કરી માંગ