

*ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ જિલ્લા માહિતી કચેરી આહવા ખાતે ફાયર સેફ્ટીની તાલીમ યોજાઈ :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૨૩:
આજરોજ ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરી તેમજ જિલ્લા માહિતી કચેરી આહવા ખાતે, કચેરી કે કોઇ પણ જગ્યાએ આગ લાગવાની ધટનામાં અગ્નિશામક સાધનોના ઉપયોગ તેમજ આગ લાગે ત્યારે અપનાવવાના રક્ષણાત્મક પગલાં, આગના પ્રકારો અને અગ્નિશામક યંત્રોના યોગ્ય ઉપયોગ અંગે અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓને ડેમોન્સ્ટ્રેશન વડે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમના માધ્યમથી ઉપસ્થિત તમામને ફાયર સેફ્ટી માટે સજાગ, જવાબદાર અને તૈયાર બનાવવા સાથે અગ્નિ દુર્ઘટનાઓ સમયે ઘબરાયા વગર યોગ્ય પગલાં ભરવા અંગેની સમજ આપવામાં આવી હતી.
–