

*કેનરા બેંક આહવા શાખા દ્વારા સરાહનીય માનવીય પહેલ*
*ઝાકિર ઝંકાર | આહવા, ડાંગ*
કેનરા બેંકની આહવા શાખાએ માનવીય સંવેદનશીલતા અને ઝડપી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. બીમારીના કારણે *શ્રીમતી અશ્વિનાબેન પ્રદીપભાઈ ઠાકુર* નું *14 નવેમ્બર 2025*ના રોજ દુઃખદ અવસાન થયું હતું. આ મુશ્કેલ પરિસ્થિતિમાં કેનરા બેંક આહવા શાખાએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અંતર્ગત માત્ર 24 દિવસમાં*, એટલે કે *8 ડિસેમ્બર 2025* ના રોજ તેમના પરિવારને *રૂ. 2 લાખની બીમા સહાય* નો ક્લેમ મંજૂર કરી સોંપ્યો.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અંતર્ગત માત્ર *રૂ. 436 વાર્ષિક પ્રીમિયમ* પર *રૂ. 2 લાખનું જીવન બીમા કવર* ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજનાના માધ્યમથી સંકટની ઘડીમાં પીડિત પરિવારને મહત્વપૂર્ણ આર્થિક સંબળ મળે છે, જે આ ઘટનામાં સ્પષ્ટ રીતે જોવા મળ્યું.
પરિવારના કમાવનારા સભ્યના અસામયિક અવસાન બાદ ઊભી થયેલી મુશ્કેલીમાં કેનરા બેંકે સંવેદનશીલતા દાખવી તાત્કાલિક કાર્યવાહી કરી. આ સરાહનીય કાર્યમાં *કેનરા બેંક આહવા શાખાના મેનેજર શ્રી મયૂરભાઈ હિતેશભાઈ* એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને બીમા ક્લેમની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરાવી.
કેનરા બેંક જેવી જાહેર ક્ષેત્રની બેંકિંગ સંસ્થાઓ ગ્રાહકોને સરકારી બીમા યોજનાઓ સાથે જોડીને તેમજ જરૂર સમયે ઝડપી ક્લેમ મંજૂર કરી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીને સફળતાપૂર્વક નિભાવતી જોવા મળે છે. આ પહેલ અન્ય બેંકો માટે પણ પ્રેરણારૂપ છે.