ITN National

इंडियन टीवी न्यूज

Advertisement

વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ ની સાપુતારા ખાતે સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ અંગે ખાસ બેઠક 

```

વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ ની સાપુતારા ખાતે સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ અંગે ખાસ બેઠક

ઝાકિર ઝંકાર: આહવા તા, ૨

 

આજરોજ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે વિકાસના લક્ષ્ય સાથે, જનસેવાના સંકલ્પ સાથે, વલસાડ ડાંગ લોકસભા મતવિસ્તારના સાપુતારા ખાતે ડાંગ જિલ્લા સંગઠન તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ સાથે ખાસ સમીક્ષા બેઠક યોજી. આ બેઠકમાં સરકારની લોકકલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અને જિલ્લામાં આગામી સમયમાં યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી.

 

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ અને ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *