

*ગલકુંડના હાટ બજારમાં આરોગ્ય કેમ્પ*
–
ઝાકિર ઝંકાર :
આહવા: તા: ૬:
ડાંગ જિલ્લાની પરંપરા અનુસાર અહીંના ગ્રામ્ય વિસ્તારોમાં ભરાતા સાપ્તાહિક હાટ બજારોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોના આરોગ્યની પણ દરકાર લેવામાં આવી રહી છે.
મંગળવારે જિલ્લાના આહવા તાલુકાના ગલકુંડ ગામે ભરાયેલા આવા જ એક હાટ બજારમાં ડો. હેતલ દેશમુખ તથા તેમની ટીમ દ્વારા ‘આરોગ્ય સંજીવની મોબાઈલ યુનિટ’ ના માધ્યમથી ગ્રામજનોની સેવા સુશ્રુષા હાથ ધરાઈ હતી.
ડો.હેતલના જણાવ્યા અનુસાર આહવા સિવિલ હોસ્પિટલ ખાતે રહેતા આ મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા, સૂચિત ગામોમાં આવા કેમ્પ યોજી, જરૂરિયાતમંદોને ઘર આંગણે જ આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
–