

*ડાંગ જિલ્લા ભાજપ દ્વારા આહવામાં અભિવાદન સમારોહ યોજાયો*
ઝાકિર ઝંકાર : આહવા: તા,૯
આજરોજ ડાંગ જિલ્લાના આહવા ખાતે ડાંગ જિલ્લા ભાજપ દ્વારા ભાજપ આદિજાતિ મોરચાના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખશ્રી ગણપતસિંહ વસાવા જીના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, લોકસભાના દંડક તથા વલસાડ–ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલ તેમજ ગુજરાત વિધાનસભાના દંડક શ્રી વિજયભાઈ પટેલ વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા.
ડાંગ જિલ્લાના પાયાના કાર્યકર્તાઓ દ્વારા યોજાયેલી ભવ્ય રેલી અને ઉષ્માભર્યા સ્વાગતે આદિજાતિ સમાજના કલ્યાણ માટે ભાજપનું સંગઠન કેટલું મજબૂત અને એકજુટ છે તે સ્પષ્ટ રીતે દર્શાવ્યું હતું.
આ પ્રસંગે ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાંવિત, સંગઠનના પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ, પ્રદેશ આદિજાતિ મોરચાના પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ, પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી શ્રી પિયુસભાઈ પટેલ, પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી દશરથભાઈ, જિલ્લા મહામંત્રી શ્રી હરિરામભાઈ સાવંત, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, સંગઠનના આગેવાનો, વિવિધ ગામોના સરપંચો તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.