
*સરદાર વિદ્યાલય,આહવા પી.એમશ્રી-ગુજરાત ખાતે EDN-10 ના મુદ્દા નંબર : ૧૪ મુજબની “શાળામાં રમત-ગમત દિન”ની ઉજવણી કરવામાં આવી*
ઝાકિર ઝંકાર
આહવા તા, ૧૦
આજ રોજ GOG બજેટ અંતર્ગત નવી બાબત તરીકે પસંદ થયેલ અમારી શાળા સરદાર વિદ્યાલય,આહવા પી.એમશ્રી-ગુજરાત ખાતે EDN-10 ના મુદ્દા નંબર : ૧૪ મુજબની “શાળામાં રમત-ગમત દિન”ની ઉજવણી કરવામાં આવી.
આ દિનની ઉજવણી રમત-ગમત ક્ષેત્રે રસ ધરાવનાર બાળકોની શક્તિ ઓળખવા માટે કરવામાં આવે છે. જેથી બાળકો શાળા કક્ષાથી શરૂ કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમત-ગમતમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે. બાળકોમાં રમત રમવાની ટેવ વિકસે, ખેલદિલી જેવો ગુણ વિકસે , સમૂહભાવના કેળવાય, રમત-ગમત ક્ષેત્રે આગળ વધી પોતાનું અને શાળાનું નામ રોશન કરે તે હેતું થી આયોજન કરવામાં આવે છે.
સ્પોર્ટ-ડેની ઊજવણી માટે શાળા વિવિધ રમતો જેવી કે સિક્કા શોધ, કોથળાકૂદ, મારદડી, બળિયો રાવણ, ડબ્બાફોડ, લીંબુ ચમચી, સંગીત ખુરસી, રસ્સાખેંચ, બેડ મિન્ટન, લાંબીકૂદ, ગોળાફેંક, કબડ્ડી, ખો-ખો, વોલિબોલ, ક્રિકેટ જેવી રમતો આયોજન પૂર્વક રમાડવામાં આવી. ઉજવણીમાં શાળા એસ.એમ.સી,સભ્યો, સી.આર.સી કૉ.ઑ શ્રી,આહવા વગેરે ઉપસ્થિત રહી વિજેતા ખેલાડીઓને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું. આમ અમારી શાળાનો સ્પોર્ટ-ડે સુંદર આયોજન કરી પૂર્ણ કરવામાં આવ્યો.