

*લખપત તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી.ની બિનહરીફ ચુંટણી સંપન્ન*
લખપત તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી.ની ચુંટણી બિનહરીફ રીતે સંપન્ન થઈ હતી. ચુંટણી અધિકારી તથા લખપત તાલુકાના મામલતદારશ્રી દ્વારા સંઘના ચેરમેન તરીકે શ્રી સોઢા ભાણજીભા મહોબતસિંહ અને વાઇસ ચેરમેન તરીકે શ્રી પટેલ મણીલાલ રામજીને બિનહરીફ રીતે ચુંટાયેલ જાહેર કરવામાં આવ્યા હતા.
આ અવસરે સહકાર વિભાગના સિનિયર આગેવાનોમાં શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી જસવંતભાઈ પટેલ, શ્રી ભીભાજી જાડેજા, શ્રી મણિલાલ પટેલ, એ.ટી.વી.ટી. સભ્ય શ્રી દલપતભાઈ ઓઝા, કપૂરાશીના માજી સરપંચ શ્રી ચુનિલાલ મકવાણા, સુભાષપરના માજી સરપંચ શ્રી અમરસિંહ ગોહિલ, શ્રી રાયધનજી સોઢા, શ્રી ગેમરસિંહ સોઢા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામે નવ નિર્વાચિત ચેરમેન અને વાઇસ ચેરમેનને શુભેચ્છા પાઠવી સન્માન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે શ્રી ભાણજીભા એમ. સોઢા અગાઉ પણ સહકારી સંઘના ચેરમેન તરીકે તેમજ તાલુકા ભાજપના પ્રમુખ અને મહામંત્રી જેવા મહત્વપૂર્ણ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. તેઓ શ્રી કોરિયાણી જૂથ સેવા સહકારી મંડળીમાંથી આવે છે.
આ ઉપરાંત સહકારી આગેવાનો શ્રી દેવશીભાઈ નથુ રબારી, શ્રી કારાભાઈ રબારી પખો તથા શ્રી જગદીશસિંહ જામ-પીપર વગેરેએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
નવ નિર્વાચિત ચેરમેન શ્રી ભાણજીભા સોઢાએ જણાવ્યું હતું કે લખપત તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ તથા તાલુકાની સેવા સહકારી મંડળીઓ માટે ખેતી હેતુસર તાલુકામાં ગોડાઉન નિર્માણની જરૂરિયાત છે તેમજ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર અને ડી.એ.પી. ખાતર ઉપલબ્ધ થાય તે માટે સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે. અંતે તેમણે તમામ ડાયરેક્ટરશ્રીઓ, પ્રમુખશ્રીઓ તથા ઉપસ્થિત આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ : આદમ નોતિયાર
ઇન્ડિયન ટીવી ન્યૂઝ લખપત તાલુકા