

*સરકારી વિનયન અને વાણિજય કોલેજ આહવા ખાતે સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે “રાષ્ટ્રીય યુવા દિવસ” ની ઉજવણી કરવામાં આવી :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૧૨:
આજ રોજ તારીખ ૧૨ મી જાન્યુઆરી ૨૦૨૬ રોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના NSS અને જ્ઞાનધારા સમિતિના સંયુક્ત ક્રમે સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે “રાષ્ટ્રીય યુવા દિવસ” ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે કોલેજના IQAC કોર્ડીનેટર ડો. ડી. એમ ગાવિતે જણાવ્યું હતું કે, ” રાષ્ટ્રીય યુવા દિવસ “ની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોની વીરતા કંઈ રીતના બહાર લાવી શકાય તેમજ ભાવિ પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય તે માટેનો છે.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા પ્રાધ્યાપક શ્રી યુગેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદના વિચારોએ ભારતીય ચેતનાને નવી ઉર્જા પૂરી પાડી હતી. તેઓ વેદાંત ફિલસૂફીના પ્રચારક હતા, જેમણે આત્માની અમરતા, ભગવાનની એકતા અને માનવતાની દિવ્યતા પર ભાર મૂક્યો હતો. “ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી થોભો નહીં” એ તેમનો અમર આહવાન છે. સ્વામિ વિવિકાનંદજીએ યુવાનોને આત્મવિશ્વાસ, બલિદાન અને સેવાનો સંદેશ આપ્યો. તેમણે પશ્ચિમી ભૌતિકવાદ સામે આધ્યાત્મિકતાની પ્રાધાન્યતા પર ભાર મૂક્યો. તેઓ ધર્મને સહિષ્ણુતા અને સાર્વત્રિક ભાઈચારોનું માધ્યમ માનતા હતા. આધ્યાત્મિક ધોરણે રાષ્ટ્રવાદને મજબૂત બનાવવાનું આહ્વાન કર્યું હતું. આત્મનિર્ભરતા, શિક્ષણ અને ચારિત્ર્ય નિર્માણ પર કેન્દ્રિત તેમના વિચારો હજુ પણ યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે. વિવેકાનંદે ભારતને વિશ્વ નેતા બનાવવાનું સ્વપ્ન જોયું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. ભગીનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
–