

*”ડાંગડરબર “ની તારીખ અને તવારીખ*
ઝાકિર ઝંકાર :આહવા
ડાંગ જિલ્લાના આહવા ખાતે ઉજવાતો ‘ડાંગ દરબાર’ જિલ્લાનો ઐતિહાસિક અને પરંપરાગત મહોત્સવ છે ઈ.સ. ૧૮૪૨માં બ્રિટિશ શાસન દરમિયાન શરૂ થયેલી આ પરંપરા મુજબ દર વર્ષે હોળી પૂર્વે રાજાઓ, નાયકો અને પ્રજાજનોની હાજરીમાં દરબાર ભરાતો હતો. બ્રિટિશ સરકાર દ્વારા રાજવીઓને શિરપાવ અને ભથ્થાં આપવામાં આવતા.
ભારતના સ્વાતંત્ર્ય પછી પણ આ પરંપરા યથાવત રહી અને ૧૯૫૪થી રાજવીઓને રાજકીય પેન્શન આપવામાં આવે છે. દર વર્ષે હોળી પહેલા એક સપ્તાહથી આહવામાં મેળો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન થાય છે.
કોરોના દરમિયાન ૨૦૨૦ અને ૨૦૨૧માં કાર્યક્રમો મર્યાદિત રાખવામાં આવ્યા હતા, છતાં આજે પણ ‘ડાંગ દરબાર’ ડાંગી જનમાનસમાં એ જ આન, બાન અને શાન સાથે ઉજવાઈ રહ્યો છે.