

*સરકારી વિનયન અને વાણિજય કોલેજ આહવા ખાતે “માર્ગ સલામતી સેમિનાર” યોજાયો :*
–
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર : આહવા ડાંગ*
આહવા: તા: ૧૮: ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજય કોલેજ, આહવાના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ તથા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, આહવાના સંયુક્ત ઉપક્રમે આજરોજ કોલેજના વિજ્ઞાન હોલ ખાતે આચાર્યશ્રી ડૉ.યુ.કે. ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ “માર્ગ સલામતી સેમિનાર”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાનો, ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરિત કરવાનો તેમજ અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે જવાબદાર નાગરિક તરીકેની ફરજ અંગે માર્ગદર્શન આપવાનો હતો.
સેમિનારમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના શ્રી. આર.એલ.ચૌધરી (Assistant Inspector of Motor Vehicles) દ્વારા માર્ગ સલામતીના વિવિધ પાસાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ભારતમાં વાર્ષિક સરેરાશ મૃત્યુ સમગ્ર દેશમાં દર વર્ષે સરેરાશ ૧.૫ લાખ લોકો રસ્તાના અકસ્માતમાં જીવ ગુમાવે છે. તેમજ માર્ગ સલામતી એક સંસ્કાર અને શિસ્ત તરીકે અપનાવા વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું
કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી. જે.વી. શાહે વિષય અનુસંધાનમાં વિદ્યાર્થીઓને PPT અને માર્ગ સલામતી અંગેના Video દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન, વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, નશાની હાલતમાં વાહન ન ચલાવવું, નિયત ગતિમર્યાદાનું પાલન કરવું તેમજ પદયાત્રીઓ અને અન્ય વાહનચાલકોના અધિકારોનું સન્માન કરવું જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ સમજાવ્યા હતા. તેમજ માર્ગ અકસ્માતોના મુખ્ય કારણો, અકસ્માત નિવારણના ઉપાયો અને માર્ગ સલામતી સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અંગે પણ માહિતી આપવામાં આવી.
આ કાર્યક્રમમાં શ્રી ડી.એસ. હળપતિ (Inspector of Motor Vehicles ), કોલેજના આચાર્યશ્રી, IQAC ડૉ. ડી.એમ,ગાવિત, NSS પ્રોગ્રામ ઓફિસર પ્રા.ડૉ.ઉમેશ.એ. હડસ અને ડૉ. ગણેશ સી નરભવર સહિતના અધ્યાપકશ્રીઓ, બિનશૈક્ષણિક કર્મચારીઓ, NSS પ્રોગ્રામ ઓફીસર તથા મોટી સંખ્યામાં NSS સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
–