

*હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે નાગરિકોને સાવચેત રહેવા અપીલ*
–
*ભારે વરસાદને પગલે ડાંગ જિલ્લામાં આવતી કાલે પણ શાળા, કોલેજોમાં રજા રહેશે*
–
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર : આહવા ડાંગ*
ભારતીય હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા તા. 23 જુલાઈ, 2026 માટે જાહેર કરાયેલી હવામાન આગાહીમાં ગુજરાત રાજ્યના દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે ડાંગ, નવસારી, વલસાડ, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર તથા અન્ય કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
આ આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લાના નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા, વીજળીના થાંભલા અને વૃક્ષોથી દૂર રહેવા તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે.
વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ડાંગ કલેક્ટર શ્રી એન.ડી.પરમારે જિલ્લાની શાળાઓ, આંગણવાડીઓ, અને કોલેજોમાં રજા જાહેર કરી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ સંબંધિત વિભાગોને સતર્ક રહેવા, આપત્તિ વ્યવસ્થાપન માટે જરૂરી તૈયારીઓ પૂર્ણ રાખવા તેમજ કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા સૂચના આપવામાં આવી છે.
–