*બ્રેકિંગ ન્યૂઝ*
અમદાવાદ શહેર અને જિલ્લામાં આગામી ત્રણ દિવસ સતત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
આ દૃશ્યોમાં તમે જુહાપુરા, મેમનગર, અખબારનગર અન્ડરપાસ, ચાંદલોડિયા અને ન્યૂ રાણીપ જેવા વિસ્તારોમાં વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ જોઈ શકો છો. કેટલાક માર્ગો પર વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે.
બીજી તરફ સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે, જેના કારણે રિવરફ્રન્ટનો વોક-વે પાણીમાં ગરકાવ થયો છે.
તંત્ર દ્વારા નાગરિકોને જરૂરી હોય ત્યારે જ ઘર બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો, અન્ડરપાસ અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. આગામી 72 કલાક સુધી હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
રિપોર્ટર : કલ્પેશ ઠાકર, અમદાવાદ