અમદાવાદમાં આવતીકાલે પણ શાળા-કોલેજો બંધ, AMCનો મહત્વનો નિર્ણય
સતત વરસી રહેલા ભારે વરસાદ અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સલામતીના ભાગરૂપે આવતીકાલે, તા. 25 જુલાઈના રોજ શહેરની તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે, જ્યારે ઘણા રસ્તાઓ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. જેના કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
રિપોર્ટર: કલ્પેશ ઠાકર, અમદાવાદ