

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગરના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા તા.૨૩/૦૭/૨૦૨૬ના રોજ સર પી.પી. ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સના યજમાન પદે આંતર કોલેજ ચેસ ભાઈઓ-બહેનો સ્પર્ધા ૨૦૨૬-૨૭નું આયોજન કરવામાં આવેલ. જેમાં ૨૧ કોલેજોના કુલ ૭૦ ભાઈઓ તથા ૧૫ કોલેજની કુલ ૩૨ બહેનો એમ કુલ ૧૦૨ ખેલાડીઓ ભાઈઓ-બહેનોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ચેસ સ્પર્ધા પહેલા આંતર કોલેજ સ્પર્ધા ૨૦૨૬-૨૭નો ઉદ્દઘાટન સમારોહ સર પી. પી. ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ ખાતે સવારે ૦૯:૦૦ કલાકે માન.કા.કુલપતીશ્રી પ્રો.(ડૉ.)ભરતભાઈ રામાનુજનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટનાં માન.સભ્યોશ્રી અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલનાં સભ્યશ્રી પ્રો.(ડૉ.)ઇન્દ્રભાઈ ગઢવી, શારીરિક શિક્ષણ નિયામકશ્રી ડો. દિલીપસિંહ એમ. ગોહિલ તથા સર પી.પી. ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સના આચાર્યશ્રી ડૉ.વિમલસિંહ ગોહિલ, શામળદાસ આર્ટસ કોલેજના આચાર્યશ્રી ડૉ.વિશ્વાસ જોષી અને એમ.જે.કોમર્સ કોલેજના ડૉ.દિલીપભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતાં, ઉપસ્થિત રહેલ મહેમાનશ્રીઓએ ભાગ લેનાર તથા પસંદગી પામેલ ખેલાડી ભાઈઓ-બહેનોને માન.કુલપતિશ્રી તથા તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટનાં માન.સભ્યોશ્રીઓ તથા બોર્ડ ઓફ સ્પોર્ટ્સ એન્ડ ફિઝિકલ એજ્યુકેશનનાં માન.સભ્યશ્રીઓ તથા સમગ્ર યુનિવર્સિટી પરિવાર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે.
Rajkot Bureau chief: Tarun Nimavat