રાજકોટ સબ રજિસ્ટ્રાર કચેરીમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: “સ્વચ્છતાના દાવા માત્ર કાગળ પર, સરકારી કચેરીમાં જ કચરાના ઢગલા”
રાજકોટ શહેર ની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં વ્યાપેલા ગંદકીના સામ્રાજ્ય અને ભ્રષ્ટ વહીવટ સામે આજે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શાસક પક્ષ દ્વારા શહેરમાં સ્વચ્છતાના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ખુદ સરકારી કચેરીઓમાં જ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જેના કારણે અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.દસ્તાવેજ નોંધણી અને અન્ય સરકારી કામકાજ માટે રોજબરોજ સેંકડો નાગરિકો સબ રજિસ્ટ્રાર કચેરીએ આવતા હોય છે. પરંતુ કચેરી પરિસરમાં સફાઈના અભાવે ઠેર-ઠેર કચરાના ઢગલા, ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય જોવા મળે છે. નાગરિકો બેસે તે જગ્યાએ પણ સ્વચ્છતા જાળવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. એમ રાજકોટ શહેર કોંગ્રેસે જણાવ્યું હતું…
રાજકોટ બ્યુરો તરુણ નિમાવત