ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગજેરામાં ભવ્ય તિરંગા યાત્રા, લાંબો તિરંગો બન્યો આકર્ષણનું કેન્દ્ર
જંબુસર તાલુકાના ગજેરા ગામે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તાલુકા વહીવટી તંત્ર તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નૂતન વિદ્યાલય ખાતેથી શરૂ થયેલી તિરંગા યાત્રા ભાથીજી મંદિર, ઝંડા બજાર, મેઈન બજાર સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ઝંડા બજાર ખાતે પહોંચી હતી.
યાત્રામાં અંદાજે લાંબો વિશાળ તિરંગો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. દેશભક્તિના ગીતો, ભારત માતાના જયઘોષ અને હાથમાં લહેરાતા તિરંગા સાથે સમગ્ર માર્ગો પર દેશભક્તિનો માહોલ છવાયો હતો.
તિરંગા યાત્રામાં ગજેરા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, પોલીસ જવાનો, સરકારી કર્મચારીઓ, રાજકીય આગેવાનો તથા કાર્યકરો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
યાત્રા દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિતના આગેવાનો અને નગરજનોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ તિરંગા યાત્રા દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપતી બની હતી.
લહેરાતા તિરંગા, દેશભક્તિના ગીતો અને ગુંજતા ‘ભારત માતા કી જય’ના જયઘોષ વચ્ચે નગરજનોએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી.
બાઈટ… ભાજપ તાલુકા પ્રમુખ કુલદીપસિંહ
બાઈટ.. જંબુસર આમોદ ધારાસભ્ય ડી કે સ્વામી
રિપોર્ટર – જંબુસર થી ગંભીરસિંહ મકવાણા