ભાટસણ પગાર કેન્દ્ર શાળામાં સી.આર.સી. કક્ષાનું કલા ઉત્સવ યોજ્યો
બ્યુરો રિપોર્ટ : ઇન્ડિયન ટીવી ન્યુઝ, પાટણ ગુજરાત
સરસ્વતી તાલુકાની ભાટસણ પગાર કેન્દ્ર શાળામાં સી.આર.સી. કક્ષાનો કલા ઉત્સવ ભવ્ય રીતે આયોજન સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી દિલીપભાઈ દેસાઈની પ્રેરણા અને માર્ગદર્શનથી પગાર કેન્દ્ર શાળાના આચાર્યશ્રી શૈલેષભાઈ સુથાર ના અધ્યક્ષ સ્થાને યોજાયો. શિક્ષક શ્રી ધનેશભાઈ પરમાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન કરવામાં આવ્યું હતું. કલા ઉત્સવમાં પ્રથમ ક્રમ મેળવનાર બાળકો તાલુકા કક્ષાએ ભાગ લેવા જશે જેમાં ચિત્ર સ્પર્ધામાં ઠાકોર શર્માબેન જલાજી, ગાયનમાં ઠાકોર જાનુબેન પ્રવિણજી, વાદનમાં ઠાકોર અનિતાબેન અસલજી, અને બાળકવિમાં રબારી સંજય રમેશભાઈ વિજેતા થયા હતા.
સીઆરસી કક્ષાએ યોજાયેલા આંકડા ઉત્સવ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે ચિત્રમાં રાવળ નીલમબેન, પરમાર વર્ષાબેન અને પટેલ શિવાનીબેન (મુના), ગાયનમાં પટેલ હિનાબેન, કાપડી સવિતાબેન અમરપુરા અને દેસાઈ કેતનભાઈ ખારેડા, વાદનમાં પરમાર ધનેશભાઈવાળંદ પ્રકાશભાઈ ખારેડા, Ane પરમાર હિતેન્દ્રસિંહ અજુજા તથા બાળકવિમાં રબારી લાલજીભાઈ અમરપુરા, પટેલ કેતનભાઈ મુના, અને પટેલ પ્રીતિબે દ્વારા સક્રિય ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમમાં સહકાર રાજેશભાઈ પરમાર દ્વારા આપવામાં આવ્યો હતો.
કલા ઉત્સવમાં ગાયન, વાદન ચિત્ર અને બાળ કવિ સ્પર્ધા એમ ચાર સ્પર્ધામાં વિધાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. સી.આર.સી કક્ષાના ‘કલા ઉત્સવ -૨૦૨૪’નું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. શિક્ષણ સાથે સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં આગવુ સ્થાન ધરાવતી ભાટસણ પગાર કેન્દ્ર શાળા દ્વારા તમામ ચારેય સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ મેળવી શાળા અને ગામનું ગૌરવ વધાર્યું હતું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.