ભરૂચ જિલ્લા જંબુસર રેવા સેવા સમન્વય સમિતિ R.S.S. જંબુસર દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો
રાષ્ટ્રીય સેવક સંઘ જંબુસર દ્વારા સરસ્વતી વિદ્યા મંદિરમાં ‘ જન સેવા એ જ પ્રભુ સેવા ” અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જંબુસર શહેર અને ગ્રામ્ય વિસ્તારનાના સ્વયંસેવકોએ તથા રક્તદાતાઓ ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું.
આ પ્રસંગે શ્રી અજીતસિંહ પરમાર, શ્રી ભર્તુહરિ જાદવ, શ્રી પાર્થ ભાવસાર, ડૉ શર્મા સાહેબ તથા વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી હર્ષદસિંહ ગોહિલે જણાવ્યું હત હતું કે ખૂબ મોટી સંખ્યામાં 245 રક્તદાતાઓએ રક્તદાન કરી કેમ્પ ને સફળ બનાવ્યો હતો અને દરેકનો સહકાર બદલ આભાર માન્યો હતો.