નોબાર ગ્રુપ મંડળી ની સાધારણ સભા આક્રમક બની

ભરૂચ જિલ્લા જંબુસર

જંબુસર તાલુકાની નોબાર ભાણખેતર ઉમરા બોદર સામો જ ગામની નોબાર ગ્રુપ મંડળીની સાધારણ સભા આજરોજ યુનિયન જીન ઓફિસ ખાતે મળી હતી જેમાં આક્ષેપો પ્રતિઆક્ષેપો સાથે સભા આક્રમક બનતા વાતાવરણ ગરમાયું હતું.સાધારણ સભા ભરતભાઈ પટેલના પ્રમુખ સ્થાને મળી જેમાં ચેરમેન દિલીપભાઈ સિંધા સેક્રેટરી દિલીપભાઈ પટેલ કારોબારી સભ્ય જગદીશ ભાઈ પટેલ કિરણભાઈ પટેલ મેલાભાઈ પઢીયાર સહિત ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ દૂધધારા ડેરી સભાના સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં તો જંબુસર તાલુકાની નોબર ગ્રુપ મંડળીની સાધારણ સભા યોજાઈ હતી જે આક્રમક બની હતી તેમાં કારોબારી સભ્ય કિરણભાઈ પટેલે આક્ષેપો કરતા કહ્યું હતું કે સાધારણ સભા નો એજન્ડા મળેલ નથી નફા ટોટા નું અહેવાલ મળેલ નથી મંડળીની આવક જાવક રિપોર્ટ સહિત પાંચ લાખ ઉપરાંતની જૂની વસૂલાત હોય તો તે કમિટીમાં લઈને કરવાનો હોવા છતાંય કમિટીને જાણ કરેલ નથી તથા ગઈ સાધારણ સભાથી આ સાધારણ સભા સુધી એક પણ મીટીંગ બોલાવેલ નથી તે સહિતના મુદ્દા ઉપર સભામાં ગરમાગરમી થઈ હતી. સદર આક્ષેપો બાબતે સેક્રેટરી દિલીપભાઈ પટેલ ને પૂછતા તેમને વાત કરવાનું ટાળ્યું હતું.

Leave a Comment