ભરૂચ જિલ્લા જંબુસર
નન્હી કલી દ્વારા યોજાયેલ જિલ્લા કક્ષાની તુફાન ગેમ્સનો સમાપન કાર્યક્રમ યોજાયો
નાંદી ફાઉન્ડેશનના નન્હીકલી પ્રોગ્રામ જે ભારતના આઠ રાજ્યમાં કાર્યરત છે. જેમાં ભરૂચ જિલ્લાના સાત બ્લોક મળી 12000 બાળકો સાથે કાર્ય કરે છે. ગયા મહિનામાં ગ્રામીણ કક્ષાની રમતનું આયોજન કરાયું હતું. જેમાંથી 120 નન્હીકલી જિલ્લા કક્ષાની રમતમાં પસંદગી પામી હતી. જે તુફાન ગેમ્સનું નવયુગ વિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે સ્પોર્ટ્સ ટીમ કરમજિત કૌર ની ખાસ ઉપસ્થિતિમાં શટલ રન, લાંબી કુદ, ઇન્ડોરન્સ, સહિતની રમતો રમાઈ હતી.જેનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્ય સંઘ ઉપપ્રમુખ દિનેશભાઈ મકવાણા, મંત્રી કૃપાબેન દોશી, આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર, તાલુકા પંચાયત તેજસભાઈ પટેલ, સામાજિક કાર્યકર ધનુંબેન રણા, ધર્મિષ્ઠાબેન પટેલ, આચાર્ય રાહુલભાઈ મોરી,પોલીસ સ્ટાફ પૂર્ણિમાબેન સહિત ઉપસ્થિત રહ્યા હતા.સદર ગેમ હિમા ગ્રુપ 10 થી 12 વર્ષ તથા સ્વપ્ના ગ્રુપ 13 થી 15 વર્ષમાં યોજાઇ હતી.હિમાં ગ્રુપમાં ઇન્ડોરન્સ ગેમમાં પઢિયાર માનસી, લાંબી કુદ સોલંકી રોશની, 50 મીટર દોડ દિક્ષિતાબેન, શટલ રન પુષ્પાબેન વસાવા, જ્યારે સ્વપ્ના ગ્રુપમાં ઇન્ડોરન્સ ગેમ,લાંબી કુદ, શટલરન માં ગોંડલીયા રામેશ્વરી,50 મીટર દોડમાં રાણેલા કાજલ પ્રથમ નંબરે વિજેતા બન્યા હતા.અને ઉપસ્થિતોના હસ્તે પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતા બાળકોને સન્માનિત કરાયા હતા.
ઉપસ્થિતો દ્વારા જણાવાયું હતું કે દિવાળીના વેકેશન બાદ સ્કૂલો શરૂ થતા જ ફરીથી બાળકોના કલરવથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. પ્રોગ્રામ ઓફિસર નૂતન યાદવ નન્હીકલીઓમાં જાન રેડ્યું છે. નિષ્ફળતા એ સફળતાની ચાવી છે, બાળાઓએ નિષ્ફળતાને હાવી થવા દેવી ના જોઈએ, આપણી શક્તિના ભાગ્યવિધાતા આપણે પોતે જ છીએ. કર્મ કરતા રહેવું જોઈએ, નવું વર્ષ સફળતા અને સિદ્ધિ લાવનારુ બને અને નન્હી કલિયો તમામ ક્ષેત્રમાં સફળ થાય અને નેશનલ લેવલે પણ જંબુસરનું નામ રોશન કરી તેવી શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન અલ્ફિયાઝ દીવાને તથા આભાર દર્શન નૂતન યાદવ દ્વારા કરાયું હતું. સદર કાર્યક્રમમાં તમામ એસએ, કોચ ,એફ.ઓ,સેવક સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
જંબુસર દેવેન્દ્ર મિસ્ત્રી રિપોર્ટર