તાલુકા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં સાણોદરડા પ્રાથમિક શાળાનું પ્રતિનિધિત્વ

બ્યુરો રિપોર્ટ ઇન્ડિયન ટીવી ન્યુઝ પાટણ ગુજરાત

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ માર્ગદર્શિત, બી.આર.સી સરસ્વતી આયોજિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન વાયડ મુકામે યોજાયું હતું. સાણોદરડા પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષિકાબેન શ્રીમતી ઝંખનાબેન આઈ.પારેખ ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા સી.આર.સી કક્ષાના વિજ્ઞાન મેળામાં વિભાગ 4 માં ગણિત મોડેલમાં પ્રથમ નંબર તેમજ વિભાગ 5 માં બીજો નંબર મેળવી તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લીધો. જેમાં બી આર સી. સરસ્વતી, , લાઇઝન અધિકારી , DPEO શ્રી તેમજ સરસ્વતી તાલુકાના ગણિત વિજ્ઞાન શિક્ષકોની ઉપસ્થિતિમાં યોજાયેલ વિજ્ઞાન મેળામાં ગણિત મોડેલમાં તૃતીય નંબર મેળવી સાણોદરડા શાળા તેમજ ગામનું ગૌરવ વધારેલ છે તે બદલ શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષિકાબેન શ્રીમતી ઝંખનાબેન તેમજ વિદ્યાર્થીઓ મેમણ અલ્સિફાબાનું તેમજ મોમીન મોહંમદ ને ઉપસ્થિત તમામ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા હતા તથા ગણિત વિજ્ઞાન વિષયમાં હજુ પણ ખૂબ પ્રગતિ કરે તે માટે શુભેચ્છા આપવામાં આવી હતી.

Leave a Comment