ગાયત્રી પરિવાર જંબુસર દ્વારા 24કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો

ભરૂચ જિલ્લા જંબુસર
ગાયત્રી પરિવાર જંબુસર દ્વારા 24કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો
જંબુસર નગરના આંગણે ટકારી ભાગોળ સ્થિત ગાયત્રી મંદિર આવેલ છે.જ્યાં વખત ધાર્મિક તેમજ સમાજ ઉત્પન્ન કર્યો કરવામાં આવે છે. હાલ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત જંબુસર તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા નારી સશક્તિકરણ વર્ષ તથા મા ભગવતી દેવી જન્મ શતાબ્દી નિમિત્તે રાષ્ટ્ર જાગરણ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. યુગઋષિના સંકલ્પ માનવમાં દેવત્વ અને ધરતી પર સ્વર્ગનું સ્વપ્ના સાકાર કરવા તેમજ રાષ્ટ્રને સુખી,સમૃદ્ધ, શક્તિશાળી, ગૌરવશાળી બનાવવા 24કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો. જેમાં વૈદિક મંત્રોચ્ચાર થકી આહુતિ અર્પણ કરવામાં આવીહતી.આ સહિત આવનારી પેઢીને સુસંસ્કારી બનાવવા માટે વિવિધ સંસ્કારો વિદ્યારંભ ,જન્મ દિવસ, મંત્ર દીક્ષા, અન્નપ્રાસન, નામકરણ, યજ્ઞપવિત, મુંડન સંસ્કારો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા હાજર રહી યજ્ઞ પૂજન દર્શનનો લાભ લીધો હતો.

Leave a Comment