મુસ્લિમ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત મદની પ્રાથમિક શાળા,

મુસ્લિમ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત મદની પ્રાથમિક શાળા,મદની હાઇસ્કૂલ અને એચ.આઇ.ટાઢા મદની હાયર સેકન્ડરી સ્કૂલ,મોડાસા નાં વિદ્યાર્થીઓ દ્વારા એલેન સ્ક્રીનીંગ ટેસ્ટ માં ભાગ લેવામાં આવ્યો ,

આ સ્ક્રીનીંગ ટેસ્ટ માં સમગ્ર ગુજરાત માં થી 11500 વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લીધો હતો ,જેમાં થી મદની હાઇસ્કૂલ ,એચ.આઇ.ટાઢા મદની હાયર સેકન્ડરી સ્કૂલ, મોડાસા તેમજ મદની પ્રાથમિક શાળાનાં કુલ *14 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા અને કુલ 78000 જેટલું રોકડ ઇનામ પ્રાપ્ત કર્યું.* તે બદલ મુસ્લિમ એજયુકેશન ટ્રસ્ટ નાં પ્રમુખ મો યુસુફ આઇ.ટાઢા સાહેબ,ઉપપ્રમુખ અને કાર્યકારી પ્રમુખ સલીમ ભાઈ દાદુ સાહેબ ,સેક્રેટરી જનાબ કાદર અલી સૈયદ સાહેબ, મેને.ટ્રસ્ટી જનાબ જીવા ભાઈ ખાનજી સાહેબ ,જોઇન્ટ સેક્રેટરી આબીદ હુસેન બેલીમસાહેબ,નર્સિંગ કોલેજ કમિટી ચેરમેન મુસ્તુફા ભાઈ કાંકરોલિયા સાહેબ,માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન ઉસ્માન ભાઈ મનવા સાહેબ દ્વારા મદની હાઇસ્કૂલ ઇ.આચાર્ય ડૉ.મો.હનીફ દાદુ સાહેબ ,વિદ્યાર્થીઓ અને સ્ટાફ ને અભિનંદન પાઠવ્યા.

Leave a Comment