
દાહોદ
દાહોદ શહેરમાં દિગંબર જૈન સમાજ દ્વારા દાહોદ પંચ કલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવનું હર્ષાેઉલ્લાસ તેમજ ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે
દાહોદ નગરની ધર્મધરા પર મહાવીર નગર સોસાયટી, ઉકરડી રોડ, દાહોદમાં ૧૦૦૮ શ્રી શાંતિનાથ વિસપંથી દિગંબર જૈન જૈન જિનાલયની પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તારીખ ૧૬થી ૨૩ ફેબ્રુઆરીના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજરોજ પ.પૂ. પ્રાકૃતાચાર્ય શ્રી ૧૦૮ સુનિલસાગરજી મુનિરાજજી દાહોદના છાપરી મુકામે આવેલ ર્ડા. શીતલ શાહના ફાર્મ હાઉસથી પદ વિહાર કરી સમાજના લોકોએ તેઓનું વાજતે ગાજતે સ્વાગત કરી દાહોદ શહેરના સ્વામિ વિવેકાનંદ ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.જ્યાં પ.પૂ. પ્રાકૃતાચાર્ય શ્રી ૧૦૮ સુનિલસાગરજી મુનિરાજજી દ્વારા જૈન સમાજના લોકો તેમજ દાહોદ શહેરવાસીઓને આર્શિવાદ આપી ત્યાંથી પદ વિહાર કરી નગરચર્ચાએ નીકળ્યાં હતાં. ઢોલ, નગારા, ડી.જે.ના તાલે તેમજ તેની સાથે સાથે વિવિધ આકર્ષિક ઝાંખીઓ સાથે પદ વિહાર યાત્રા શહેરના વિવિધ માર્ગાે પર ફરી હતી જ્યાં દાહોદ નગરપાલિકા ચોક ખાતે પ.પૂ. પ્રાકૃતાચાર્ય શ્રી ૧૦૮ સુનિલસાગરજી મુનિરાજજીએ પોતાનું પ્રવચન આપ્યું હતું. પ.પૂ. પ્રાકૃતાચાર્ય શ્રી ૧૦૮ સુનિલસાગરજી મુનિરાજજીના પ્રવચન આપ્યું હતું. દાહોદ શહેરમાં ભવ્યાતિભવ્ય આ કાર્યક્રમ તારીખ ૨૩મી ફેબ્રુઆરી સુધી યોજાવા જઈ રહ્યો છે. જેમાં દરરોજ સવારે ૦૯.૦૦થી ૧૦.૩૦ સુધી આચાર્યશ્રીનું વિશેષ પ્રવચન અને સાંજે ૭.૩૦ કલાકથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે. આ ઉપરાંત દેશ સહિતના ગુજરાત રાજ્યના રાજકીય મહાનુભવો, ધાર્મિક ધર્મગુરૂઓ, મુખ્ય અધિકારીઓ, અગ્રણી બિઝનેશનમેન સહિત ગણમાન્ય વિશેષ મહાનુભવો પણ પધારનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કાર્યક્રમો દરમ્યાન દિલ્હીથી લાવવામાં આવેલ અત્યાધુનિક પાંડુક શિલા અને વિશેષ ઝાંખીની સાથે પુષ્પક વિમા (હેલીકોપ્ટર) થી પુષ્પ વર્ષા કરવામાં આવશે. સાથે સાથે ગજરથ અને વિશ્વ શાતિ મહાયજ્ઞસ ભગવાન ૧૦૦૮ શ્રી શાંતિનાથના જીવન ચરિત્ર પર આધારિત પ્રોજેક્ટર (ડ્રોન) મેપિંગ દ્વારા આકર્ષક લેસર શો, સાધુ સંત મહાસંમેલન, મુંબઈ સહિત દેશ વિવિધ શહેરોમાંથી ૪૦ કલાકારો દ્વારા વિશેષ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રસ્તુતિ કાર્યક્રમો યોજાનાર છે. આ તમામ કાર્યક્રમોને લઈ દાહોદના જૈન સમાજમાં અનેરો ઉત્સાહ તેમજ ઉમંગ જાેવા મળી રહ્યો છે.
દાહોદ જીલ્લા બ્યુરો ચીફ:- આનંદ સાંસી