દાહોદ
દાહોદના ફ્રીલેન્ડગંજ પરેલ વિસ્તારના પુલવામાં થયેલ શહીદ જવાનોને યાદ કરી શ્રદ્ધાજલી અર્પણ કરાઈ
પુલવામા હુમલાને છ વર્ષ થઈ ગયા છે,પરંતુ દેશ શહીદ સૈનિકોના બલિદાનને ક્યારેય ભૂલી શકશે નહીં.દર વર્ષે 14 ફેબ્રુઆરીએ સમગ્ર ભારતમાં આ બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.પુલવામા હુમલો માત્ર એક ઘટના નહોતી, પરંતુ દેશની સુરક્ષા માટે એક મોટો પડકાર હતો,જેનો ભારતે જોરદાર જવાબ આપ્યો હતો.આ દિવસ આપણને તે બહાદુર સૈનિકોની યાદ અપાવે છે.જેમણે દેશની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યુ છે .જેમાં આજરોજ 14 ફેબ્રુઆરી સાંજના સમયે દાહોદ શહેરના ફ્રીલેન્ડગંજ઼ વિસ્તારના સાત રસ્તા બેકરી રોડ ખાતે માઁ મનસા ગ્રુપ અને બજરંગ દળ દાહોદ દ્વારા પુલવામાં હુમલામાં શહીદ થયેલા શહીદ જવાનોને યાદ કરી મીળ બત્તી સળગાવી બે મિનિટનું મૌન પાળી તેમને યાદ કરી શ્રદ્ધાજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
દાહોદ જીલ્લા બ્યુરો ચીફ:- આનંદ સાંસી