
દાહોદ શહેરમાં લાંચપ્રકરણનો વધુ એક મામલો પ્રકાશમાં આવ્યો છે. એ ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ રમેશ મગન વાઘમસીને પાંચ હજારની લાંચની માંગણી કર્યા બાદ 3 હજાર લેતા એન્ટિ-કરપ્શન બ્યુરોએ રંગેહાથ ઝડપ્યો છે.
અરજદારની અરજીના નિકાલ માટે કોન્સ્ટેબલ રમેશ મગન વાઘમસીએ 5 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. બાદમાં 3 હજાર રૂપિયા લેવામાં અંકાય થયા હતા. જોકે, અરજદારની ફરિયાદને ધ્યાને લઈને પંચમહાલ ACBએ મોડી રાત્રે છટકું ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો.
ચોંકાવનારી વાત એ છે કે, લાંચ લેવાનો આ ધંધો એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેટ પાસે જ કરવામાં આવ્યો હતો. એસીબીની ટીમે નક્કી કરેલા સ્થળે નજર રાખી હતી અને પળવારમાં જ કોન્સ્ટેબલને રંગેહાથ ઝડપી લીધો હતો.
આ ઘટના બાદ સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઇ છે. એક તરફ કાયદો અને વ્યવસ્થાની જવાબદારી હોવા છતાં પોલીસ વિભાગના જ કર્મચારી લાંચ લેતા ઝડપાતા તંત્રની નૈતિકતા પર પ્રશ્નો ઊભા થયા છે.
હાલ, ACBએ કોન્સ્ટેબલ રમેશ મગન વાઘમસી વિરુદ્ધ આગળની તપાસ હાથ ધરી છે.
“હવે આ લાંચિયા પોલીસ કર્મી પર કડક કાર્યવાહી થાય અને અન્ય ભ્રષ્ટાચારીઓ પણ ધોળા દિવસે પકડાઈ જાય એજ લોકોના અપેક્ષા છે. દાહોદના લોકો હવે રાહ જોઇ રહ્યા છે… હવે જોવું છે કે આ લાંચિયા પોલીસ કર્મી સાથેથી કેટલાં રાજ બહાર આવે છે!”
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ:- આનંદ સાંસી