આજે તા.૩૦-૩-૨૦૨૫ રવિવારે બપોરે ૩-૦૦ થી ૫-૩૦ દરમ્યાન ચૈત્ર નવરાત્રી નિમિત્તે ગાયત્રી ચાલીસાનું સમૂહ અનુષ્ઠાન અખિલવિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારની પ્રેરણા આશીર્વાદ સંરક્ષણમાં વિશ્વ કલ્યાણાર્થે ગાયત્રી પરિવાર નારણપુરાની બહેનો દ્વારા સમૂહમાં ગાયત્રી ચાલીસા પાઠ,ગાયત્રી મંત્ર,મહામૃત્યુંજ્ય મંત્ર,ભજન,આરતી,પ્રાર્થના સહિત નારણપુરાગામ ખાતે પહેલોવાસ કામિનીબહેન રાકેશભાઈ પટેલના રહેઠાણના સ્થાને કરવામાં આવ્યા હતા.
જે તા. ૩૦-૩-૨૦૨૫ ચૈત્ર સુદ-૧ રવિવાર થી તા.૬-૪-૨૦૨૫ ચૈત્ર સુદ-૯ રામ નવમી રવિવાર સુધી દરરોજ કરવામાં આવશે અને છેલ્લા દિવસે પૂર્ણાહુતિ ગાયત્રી મહાયજ્ઞ દ્વારા થશે.રિપોર્ટર ભરતસિંહ ચૌહાણ ઇન્ડિયન ન્યૂઝ સાણંદ