ઝાકિર ઝંકાર આહવા ડાંગ
આહવા: તા: ૨૭/૦૯/૨૫
“સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયા ના ભાગરૂપે તારીખ ૨૬ સપ્ટેમ્બરના રોજ ડાંગ જિલ્લાના આહવા એસ.ટી ડેપો ખાતે, “સ્વચ્છતા હિ સેવા -૨૦૨૫” અભિયાન અંતર્ગત સાપુતારા નવોદય સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિના ભાગરૂપે સુંદર શેરી નાટક, નુક્કડ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ મુસાફર જનતાને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, ડેપો ના કર્મચારીઓ તેમજ આહવા પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે “સ્વચ્છતા રેલી” યોજવામાં આવી હતી. તદુપરાંત જિલ્લાની સ્થાનિક ડાંગી ભાષામાં ગુજ્જર કૉમેડી ગ્રુપના કલાકારો દ્વારા પણ સુંદર કૃતિ રજૂ કરી મુસાફરોને કોમેડી સાથે સ્વચ્છતા નો સંદેશ પાઠવ્યો હતો.
–