

ડાંગ જિલ્લા આહવા માં નાતાલ પર્વ નિમિત્તે શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ
ઝાકિર ઝંકાર: આહવા:તા, ૨૨
ડાંગ જિલ્લાના આહવા ના પોલીસ સ્ટેશન ખાતે p I શ્રી ઢોડીયા સાહેબની અધ્યક્ષતા માં આગામી નાતાલ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજવાની આવી હતી
જેમાં ડાંગ જિલ્લાના વિવિધ ગામોથી ક્રિશ્ચિયન સમાજના લોકો સભામાં હાજર રહ્યા હતા સાથે સાથે આહવા ના અન્ય સમાજના લોકો પણ આ સભામાં હાજર રહ્યા હતા p I શ્રી ઢોડીયા સાહેબ એ “૨૫” મી ડિસેમ્બરથી “૧” જાન્યુવારી સુધી ઉજવાતા આ પર્વ માટે સંવાદ યોજી શાંતિ પૂર્ણ માહોલ માં આ નાતાલ પર્વ યોજવાની સમાજ આપી હતી અને પોલીસ ખાતા તરફથી પણ જરૂરી પેટ્રોલિંગ અને બંદોબસ્ત ની ખાતરી આપી આ પર્વ દર વર્ષ ની જેમ શાંતિ પૂર્ણ રીતે ઉજવવા જણાવ્યું હતું