અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી
સતત વરસી રહેલા વરસાદને કારણે
બગોદરા ગામના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે.
ગામના મધ્યમાં આવેલું નાનું તળાવ ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે.
રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઘરોમાં પાણી ઘૂસવાથી ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે.
વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પાણીના નિકાલ માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે, જેથી લોકોને આ મુશ્કેલીમાંથી વહેલી તકે રાહત મળી શકે.
રિપોર્ટર મકવાણા નરેન્દ્ર