

રાજકોટ શહેર સ્થિત નિધિ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આજે ‘સ્ટર્લિંગ હોસ્પિટલ’ની શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત ‘જલ્સ એક્ટિવિટી લેડીઝ ક્લબ’ દ્વારા આયોજિત કરવામાં આવી હતી.
મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય:
હોસ્પિટલમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અને કામગીરીથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવા.
હોસ્પિટલના વિવિધ વિભાગો જેવા કે આઈ.સી.યુ. વિભાગ, ફાર્મસી વિભાગ, રિસેપ્શન વિભાગ, ઓપરેશન વિભાગ અને જનરલ વોર્ડ વિભાગની કાર્યપદ્ધતિ સમજવી.
અન્ય વિગતો:
આ મુલાકાતમાં નિધિ સ્કૂલના ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ, કાજલબા ચુડાસમા, હર્ષદ રાઠોડ અને જલ્સ એક્ટિવિટી લેડીઝ ક્લબના જલ્પાબેન દતાણી તેમજ હેમાલી મકવાણા સહિત સ્કૂલના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.
સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા વિદ્યાર્થીઓ માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
હોસ્પિટલની ટીમ તરફથી આદિત્યભાઈ દવેચા, દેવેન્દ્રભાઈ સિંહોરા, અંકિતામેડમ સિંગ, શિલ્પામેડમ વરૂ તથા નર્સ લીનાક્ષીબેન જેઠવા, ડો. તાનિયા મહેતા (એમ.ડી.) અને ડો. શ્રેયા વઘાસિયા (નાક, કાન, ગળાના નિષ્ણાત) દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી.
રાજકોટ બ્યુરો:તરુણ નિમાવત