

કડીમાં ‘ડી. રાજા વિદ્યા સંકુલ’ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ: દેશભક્તિના રંગે રંગાયું શહેર.
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં સ્થિત શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ સંચાલિત ડી. રાજા વિદ્યા સંકુલ ખાતે દેશપ્રેમ અને ઉત્સાહથી સભર ભવ્ય ‘તિરંગા યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં રાષ્ટ્રધ્વજ અને મુખે દેશભક્તિના નારા સાથે નીકળેલી આ યાત્રાથી સમગ્ર કડી શહેર દેશભક્તિમય બની ગયું હતું.
મહાનુભાવો અને અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ
આ પ્રેરણાદાયી તિરંગા યાત્રામાં મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રમુખ અને કડી તાલુકાના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત:
શ્રી વિનોદભાઈ પટેલ (ચેરમેન)
શ્રી ભરતભાઈ (ડાયરેક્ટર)
ડી.જે. કેમ્પસના તમામ ટ્રસ્ટીગણ
તમામ મહાનુભાવોએ હાજરી આપી વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
શિક્ષણ સંસ્થાઓનો અભૂતપૂર્વ ઉત્સાહ
આ તિરંગા યાત્રામાં સંકુલની વિવિધ શૈક્ષણિક શાખાઓની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ મિત્રો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં:
1.નીમા ગર્લ્સ પ્રાયમરી સ્કૂલ
2.શ્રી દામોદર જીવરામ પટેલ કન્યા વિદ્યાલય
3.શ્રીમતી હંસાબેન જયંતીભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ ગર્લ્સ કોલેજ
4.શ્રી કોકિલાબેન કરસનભાઈ પટેલ ગર્લ્સ સાયન્સ કોલેજ
5.શ્રી આર. જી. પટેલ કોલેજ ઓફ નર્સિંગ
6.શ્રી આર. જી. પટેલ જનરલ નર્સિંગ
તમામ સ્કૂલ અને કોલેજની દીકરીઓએ અને શિક્ષકગણે શિસ્તબદ્ધ રીતે યાત્રામાં ભાગ લીધો હતો.
ડી. જે. કેમ્પસમાંથી શાનદાર રીતે પ્રસ્થાન થયેલી આ તિરંગા યાત્રા જકાતનાકા, રામજી મંદિર, અયોધ્યા નગર અને જય વિનાયક સિટી થઈ અયોધ્યા નગર માર્ગે પરત ડી. જે. કેમ્પસ ખાતે સંપન્ન થઈ હતી.
યાત્રા દરમિયાન કોઈ પણ અણબનાવ ન બને અને સુચારુ આયોજન જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સાથે જ ઇમરજન્સી સેવા માટે એમ્બ્યુલન્સની સુવિધા પણ સતત સાથે રાખવામાં આવી હતી.
સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થતાં સંકુલના ટ્રસ્ટીગણ અને તંત્રે તમામ ભાગલેનાર વિદ્યાર્થીનીઓ, સ્ટાફ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર : ધ્રુમિ પટેલ ,કડી મહેસાણા