
*પ્રોહિબિશનના ગુનામાં સાત મહિનાથી ફરાર આરોપીને રાપરથી ઝડપી પાડતી સાપુતારા પોલીસ*
*રિપોર્ટર: ઝાકિર ઝંકાર ડાંગ *(સાપુતાર)*
ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા સાત મહિનાથી વોન્ટેડ આરોપીને કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પ્રાગપર ગામેથી ઝડપી પાડવામાં સાપુતારા પોલીસને સફળતા મળી છે.
પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ, સુરત રેન્જ તથા ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી પૂજા યાદવ અને આહવા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે. આર. ડીમરી દ્વારા જિલ્લામાં નાસતા-ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી.
જે અનુસંધાને સાપુતારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે. કે. બારીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પ્રાગપર ગામેથી છેલ્લા સાત મહિનાથી વોન્ટેડ આરોપી ધરમશી પુજા વાવીયા, ઉંમર 42 વર્ષ, રહે. પ્રાગપર (અંબાજીવાસ), તા. રાપર, જી. કચ્છને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ કેસમાં સાપુતારા પોલીસ સ્ટેશન “સી” પાર્ટ ગુ.ર.નં. 11219030260040/2026 હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 116(B), 98(2) અને 81 મુજબ તા. 10 ફેબ્રુઆરી 2026ના રોજ ગુનો નોંધાયો હતો.
આ ગુનામાં અગાઉ આરોપીના હવાલામાંથી અશોક લેલન બડા દોસ્ત ટેમ્પો નંબર GJ-01-JT-5880માં બનાવેલા ચોરખાનામાંથી અલગ-અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની 3,432 બોટલ, કુલ 631.44 લીટર, કિંમત રૂ. 5,47,680નો મુદ્દામાલ મળી આવ્યો હતો. ઉપરાંત ટેમ્પો કિંમત રૂ. 3,50,000, મોબાઇલ ફોન કિંમત રૂ. 5,000 તથા રોકડ રૂ. 15,000 મળી કુલ રૂ. 9,17,680નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પકડાયેલ આરોપી ધરમશી પુજા વાવીયાનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં “સી” પાર્ટ ગુ.ર.નં. 11200038254252/2025 હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E) અને 98(2) મુજબ ગુનો નોંધાયેલ હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ સમગ્ર કામગીરી સાપુતારા પોલીસ સ્ટેશનના PI શ્રી જે. કે. બારીયા, PSI શ્રી બી. બી. પટેલ, PC પ્રકાશભાઈ સાધુરામભાઈ બ.નં. 427 તથા PC દેવ્યંતભાઈ ભરતભાઈ બ.નં. 153 દ્વારા કરવામાં આવી હતી.