

*આહવા તાલુકાના વિવિધ ગામોમાં આધાર કેમ્પનું આયોજન*
*ગ્રામ્યકક્ષાએ નાગરિકોને આધાર સંબંધિત સેવાઓ સરળતાથી મળી રહે તે માટે ચાર સ્થળોએ કેમ્પ યોજાશે*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , ડાંગ-આહવા* : તા.૧૦
‘સેવાસેતુ 2.1 (ગ્રામ્ય)’ અંતર્ગત આહવા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં નાગરિકોને આધાર સંબંધિત સેવાઓ નજીકના સ્થળે મળી રહે તે માટે આધાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૧૦ સપ્ટેમ્બરે મોરઝીરા ગ્રામ પંચાયત ખાતે પ્રથમ કેમ્પ યોજાયો હતો. ત્યારબાદ તા.૧૧ સપ્ટેમ્બરે ચીંચલી, તા.૧૪ સપ્ટેમ્બરે ગાઢવી અને તા.૧૭ સપ્ટેમ્બરે વાસુર્ણા ગ્રામ પંચાયત ખાતે સવારે ૧૧:૦૦ કલાકથી આધાર કેમ્પ યોજાશે.
આ કેમ્પોમાં સંબંધિત ગ્રામ પંચાયતો હેઠળ આવતા વિવિધ ગામોના નાગરિકો આધાર સંબંધિત કામગીરી કરાવી શકશે. નાગરિકોને નિયત તારીખે સવારે ૧૧:૦૦ કલાકે સંબંધિત ગ્રામ પંચાયત ખાતે ઉપસ્થિત રહી આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.