

*મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ‘સ્વચ્છતા સેવા યોગદાન કાર્યક્રમ’ યોજાયો :*
–
*નિવાસી અધિક કલેક્ટરશ્રી,પ્રાંત અધિકારીશ્રી, જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ શ્રમદાનમાં જોડાયાં :*
–
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , ડાંગ આહવા*
તા: ૨: રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ડાંગ જિલ્લા મહેસૂલ વિભાગ દ્વારા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કચેરી પરિસરમાં ‘સ્વચ્છતા સેવા યોગદાન કાર્યક્રમ’ યોજાયો હતો.
જાહેર સ્થળો અને સરકારી કચેરીઓમાં સ્વચ્છતાનું પ્રમાણ વધે અને નાગરિકોને સુઘડ વાતાવરણ મળી રહે તેવા આશયથી આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાફ-સફાઈની કામગીરી હાથ ધરીને શ્રમદાન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ એકસાથે મળીને સ્વચ્છતા માટે સક્રિય શ્રમદાન કર્યું હતું.
આ શ્રમદાન દરમિયાન ખાસ કરીને પર્યાવરણને નુકસાનકર્તા પ્લાસ્ટિકની કોથળીઓ, ખાવા-પીવાની ચીજવસ્તુઓના પેકિંગના કચરાને વીણીને સંપૂર્ણ વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો. આ કામગીરી દ્વારા તમામ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહેવાનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત હાથ ધરાયેલી આ પ્રવૃત્તિનો વ્યાપક હેતુ જાહેર જીવનમાં સ્વચ્છતાના સંસ્કારોનું સિંચન કરવાનો છે. જિલ્લા કલેક્ટરની ટીમે આ શ્રમદાન દ્વારા એ બાબત પર ભાર મૂક્યો હતો કે સ્વચ્છ અને સુંદર પરિસર જાળવવા માટે વહીવટી તંત્રની સાથે જનભાગીદારી અને સૌનો સહયોગ અનિવાર્ય છે.