આજરોજ તારીખ : 14/ 7/ 2025 ને સોમવારના રોજ અત્રેની પીએમ શ્રી ઉર્દુ કન્યા શાળા જંબુસરમાં જીસીઈઆરટી, ગાંધીનગર પ્રેરિત તથા ડાયટ ,ભરૂચ આયોજિત જીવન કૌશલ્ય તાલીમ – બાળમેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પ્રાર્થના સંમેલન માં અને જીવન કૌશલ્ય તાલીમ અંતર્ગત ડાયટ ભરૂચ થી પધારેલ જંબુસર તાલુકાના લાઈઝન અધિકારીશ્રી ડો. જતીનભાઈ મોદી સાહેબ ના માર્ગદર્શન હેઠળ જીવન કૌશલ્ય તાલીમ બાબતે તમામ વિદ્યાર્થીને સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ ધોરણ :૬ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓએ બાળમેળા જીવન કૌશલ્ય ની તાલીમ- પ્રદર્શન – નિદર્શન પ્રસ્તુત કર્યું હતું. જેમાં જીવન કૌશલ્ય તાલીમ અંતર્ગત જુદા જુદા આઠ વિભાગો માં વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ પ્રસ્તુત કરવામાં આવેલ હતી અને આ કાર્યક્રમમાં ડો. જતીનભાઇ મોદી એ તમામ વિદ્યાર્થી અને શિક્ષકશ્રીને કાર્ય બિરદાવ્યું આવ્યું હતું. આમ જીવન કૌશલ્ય ,સેલ્ફ ડિફેન્સ આપત્તિ વ્યવસ્થાપન અને સ્કીલ ડેવલોપમેન્ટ અંતર્ગત વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી એવી સમજ તાલીમ અને પ્રસ્તુતિકરણ કર્યું હતું સમગ્ર દિવસ દરમિયાન ખૂબ જ આનંદ ઉત્સાહ અને પ્રવૃત્તિમય સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સૌને માણી હતી અને આમ આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર