ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા માર્ગ સલામતી માટે પુન : રંગ રોગન શરૂ કરાયું :
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૧૧:
વરસાદ વિરામ લેતા ડાંગ જિલ્લા આહવાના માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા સ્ટ્રક્ચર્સનું પુન:રંગ રોગન શરૂ કરવામાં આવ્યું છે. ડાંગ જિલ્લામાં માર્ગ સલામતી જળવાઇ રહે તે માટે આ કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લાના મુખ્ય માર્ગોના સ્ટ્રક્ચર્સના રંગ રોગાન થી નાઇટ ટાઇમ સ્ટ્રક્ચર્સ ની વિઝિબિલિટીમાં વધારો થશે અને વહાનચાલકોની માર્ગમાં સલામતી જળવાઈ રહેશે તેમજ માર્ગ વ્યવહાર સરળ બનશે.
–